Home Business બજેટમાં કોને થશે ફાયદો? જાણો કઇ વસ્તુ થશે સસ્તી અને મોઁઘી

બજેટમાં કોને થશે ફાયદો? જાણો કઇ વસ્તુ થશે સસ્તી અને મોઁઘી

38
0
SHARE

નવી દિલ્હી: નાણા પ્રધાન અરૂણ જેટલી ગુરૂવારે સંસદમાં રજૂ થનારા બજેટમાં રોજગારના વધારવાના ઇરાદે ખાસ કરીને મહિલાઓ માટે કેટલાક લાભદાયક પગલાની જાહેરાત કરી શકે છે. આ વર્ષે યોજાનાર આઠ વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા સરકારનું આ અંતિમ બજેટ હશે. એવામાં સરકાર પણ જનતા માટે કેટલીક લાભદાયક યોજાનાઓની જાહેરાત કરી શકે છે.

કર મુક્તની સીમા વધી શકે છે

ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રના તજજ્ઞોનું માનવુ છે કે આગામી બજેટમાં કર મુક્ત આયની સીમા અઢીથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સાથે જ કંપની કરના દરને વર્તમાન 30-34 ટકાથી ઘટાડી 28 ટકા કરી શકે છે.

3થી 5 લાખ રૂપિયાનું હોઇ શકે છે પ્રથમ સ્લેબ

ઉદ્યોગ સંગઠન પીએચડી ચેમ્બરના કર વિશેષજ્ઞ વિમલ જૈન અનુસાર નાણા પ્રધાન આયકર સ્લેબમાં કેટલાક બદલાવ કરી શકે છે. ત્રણ લાખ રૂપિયા સુધીની આયને પુરી રીતે કર મુક્ત કરવામાં આવી શકે છે.

પેટ્રોલ, ડીઝલના ઉત્પાદનમાં ઘટી શકે છે ભાવ

અરૂણ જેટલી એક ફેબ્રુઆરીએ સરકારનું પાંચમુ અને અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. સરકાર પેટ્રોલ, ડીઝલના ઉત્પાદનમાં ભાવ ઘટાડી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાની સાથે જ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. એવામાં ખુદ પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલિયમ પ્રદાર્થો પર ઉત્પાદન રકમ ઘટાડવાની માંગ કરી છે.

સાર્વજનિક નિવેશ અને રોજગારની તક વધશે

ઉદ્યોગ મંડલ, પીએચડી ચેમ્બરના અર્થશાસ્ત્રી ડો.એસપી શર્માએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સાર્વજનિક નિવેશ અને રોજગારની તક વધારવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેની માટે નિર્માણ કાર્ય, ખાદ્ય પ્રસંસ્કરણ, કાપડ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવામાં આવવુ જોઇએ. રોજગાર વધારવાની સાથે સાથે આર્થિક ગતિવિધિઓ પણ ઝડપી બની શકે.

 

સેંસેક્સ 36 હજારની નીચે

ગ્લોબલ માર્કેટ પાસેથી મળેલા નબળા સંકેતો અને બજેટ પહેલા બુધવારે ઘરેલુ શેર બજારની શરૂઆત ઘણી ખરાબ થઇ હતી. સેંસેક્સ 82 અંક નીચે 35,952 અંક પર ખુલ્યુ હતું જ્યારે નિફ્ટી 31 અંક તૂટીને 11,019 અંક પર ખુલ્યુ હતું. શરૂઆતના કારોબારમાં સેંક્ટોરલ ઇંડેક્સમાં બેંક, આઇટી, ફાર્મા એફએમસીજીમાં પડતી જોવા મળી રહી છે. જ્યારે હેવીવેટ ઇન્ફોસિસ, એચયૂએલ, ટીસીએસ, આઇટીસી અને મારૂતિમાં પણ નબળાઇ નજરે પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here