Home Sex & Relationship આ છેે ભારતની પહેલી મહિલા પાયલટે સાડી પહેરીને ચલાવ્યું હતું વિમાન, આ...

આ છેે ભારતની પહેલી મહિલા પાયલટે સાડી પહેરીને ચલાવ્યું હતું વિમાન, આ છે તેની દર્દભરી કહાની

55
0
SHARE

By Hina Vaja

ભૂતકાળ સમયમાં મહિલાને ઘરની બહાર નીકળવાની પણ પરવાગની નહોતી મળતી. એવામાં કોઇ મહિલા વિમાન ઉડાવે તે એક આશ્ચર્યજનક વાત છે, પરંતુ સરલા ઠકરાલ એક એવું નામ છે, જેમણે 21 વર્ષની ઉંમરમાં પોતાની સાડીનો પલ્લુ ચાવીને જિપ્સી મોથ નામનું વિમાન ચલાવ્યું હતું. તેમની સાથે સરલા ઠકરાલ ભારતની પહેલી મહિલા પાયલટ બની હતી. તેમણે વર્ષ 1936માં લાહોર હવાઇ અડ્ડા પર બે સીટોવાળુ જિપ્સી મોથ વિમાનને ચલાવ્યું હતું. તે પ્રથમ ભારતીય મહિલા વિમાન ચાલક હોવાની સાથે ત્યારે તે એક 4 વર્ષના બાળકની માતા પણ હતી.

સરલાનો જન્મ 15 માર્ચના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે 1929માં દિલ્હીમાં ખોલવામાં આવેલા ફ્લાઇન્ગ ક્બમાં વિમાન ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. આ ટ્રેનિંગમાં જ તેમણે એક હજાર કલાકનો અનુભવ પણ લીધો હતો. તેની સાથે તે ‘A’લાઇસન્સ પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા બની હતી. તે દમિયાન દિલ્હીના ફ્લાઇન્ગ ક્બમાં તેની મુલાકાત પી.ડી શર્મા સાથે થઇ, જે પોતે એક વ્યાવસાયિક વિમાન ચાલક હતા. જેમની સાથે સરલાએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ તેના પતિએ સરલાને વ્યવાસાયિક વિમાન ચલાવવા માટે પ્રોત્સાહિત કરી હતી. પતિનો સાથ અને પ્રોત્સાહિતથી તે જોધપુર ફ્લાઇન્ગ ક્બમાં ટ્રેનિંગની શરૂઆત કરી. પછી તેમણે 1936માં પહેલીવાર જિપ્સી મોથ નામનું વિમાન ઉડાવ્યું અને પહેલી ભારતીય વિંમાન ચાલક બની હતી.

વર્ષ 1939નો સમયગાળો સરલા માટે બહુ જ દુ:ખ ભર્યો હતો. જ્યારે તે કમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે સખત મહેનતી કરી રહી હતી, ત્યારે બીજુ વિશ્વ યુદ્વ શરૂ થયું. જેથી ફ્લાન્ટ ક્લબ બંધ થઇ ગયુ અને પછી પોતાની ટ્રેનિંગ પણ વચમાં જ રોકવી પડી. એથી પણ વધારે સકંટની વાત એ રહી કે આ વર્ષ ગાળામાં એક વિમાન દુર્ઘટનામાં તેના પતિનું મૃત્યું થઇ ગયું. આ ઘટના બાદ તેનું જીવન બદલી ગયુ હતું.

પતિના અવસાન સમયે તે લાહોરમાં હતી અને ત્યારે તેની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. ત્યાંથી સરલા પરત ભારત આવી ગઇ અને મેયો સ્કૂલ ઓફમાં પ્રવેશ મળવ્યો. જ્યાં તેમણે બંગાળ સ્કૂલ ઓફ પેન્ટિગ શીખ્યું અને ફાઇન આર્ટમાં ડિપ્લોમાં પણ કર્યું હતું. ભારતના ભાગલા બાદ સરલા તેની બે પુત્રીઓની સાથે દિલ્હી આવી. ત્યાં પર તેની મુલાકાત પી.પી ઠકરાલ સાથે થઇ હતી. ત્યારે ઠકરાલે તેની સાથે 1948માં લગ્ન કરી લીધા. આ સરલાના જીવનની બીજી ઇનિંગ હતી. જીવનની બીજી ઇનિંગમાં સરલા સફળ મહેનતુ પેન્ટર બની. તે કપડા અને જ્વેલરી ડિઝાઇન કરતી હતી, તે પોતાની ડિઝાઇન કરેલી વસ્તુને ઉદ્યોગોને આપતી રહી. 15 માર્ચ 2008માં તેનું અવસાન થઇ ગયું. સરલા ઠકરાલને પહેલી ભારતીય પાયલટ બન્યા અને બાદમાં આર્ટની સાથે જોડાવાનું દરેક મહિલાને પ્રેરિત કરે છે. તો આ સરલાના સફળ જીવન અંગેની કહાની સાંભળી તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here