Home Business નાના વેપારીઓ વધારી શકશે પોતાનુ બિઝનેસ એક ટચ દ્વારા, ડાઉનલોર્ડ કરવી પડશે...

નાના વેપારીઓ વધારી શકશે પોતાનુ બિઝનેસ એક ટચ દ્વારા, ડાઉનલોર્ડ કરવી પડશે એક એપ

84
0
SHARE

WhatsApp Business App ભારતમાં લોન્ચ, જાણો અંદરના ખાસ ફિચર

WhatsApp Business Appને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી છે. આ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ 4.0.3 અને તેનાથી ઉપર તમામ એન્ડ્રોઇડ વર્જનમાં કામ કરશે.વોટ્સએપની નવી એપ બિઝનેસ માટે એક સિમ્પલ ટૂલ સાથે આવે છે. જેનાથી યૂઝર પોતાના ક્લાયન્ટ અને કસ્ટમર્સ સાથે આસાનીથી વાત કરી શકે છે. તેની માટે કંપનીએ Bookmyshow, Netflix અને MakeMytrip સાથે ભાગીદારીની શરૂઆત કરી છે. એપને સૌથી પહેલા ઇન્ડોનેશિયા, ઇટાલી, મેક્સીકો, બ્રિટન અને અમેરિકામાં 19 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે એપને પબ્લિક રિલીઝ પહેલા શરૂઆતમાં ભારત અને બ્રાઝીલમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

 

WhatsApp Business એપને ખાસ કરીને નાના બિઝનેસમેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઓરિજનલ વોટ્સએપથી અલગ બિઝનેસ-કેન્દ્રીત આ એપમાં બિઝનેસમેન પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે અને બિઝનેસની જાણકારી, ઇમેલ અથવા સ્ટોર એડ્રેસ અને વેબસાઇટ જેવી ડિટેલ્સ નાખી શકે છે. આ સાથે જ તેમાં સ્માર્ટ મેસેજિલ ટૂલ પણ છે. જે ઝડપથી પૂછવામાં આવતા સવાલોનો તુરંત જવાબ આપે છે. એપમાં નવા ગ્રાહકોને ગ્રીટિંગ મેસેજ મોકલવા અને કંપનીઓના વ્યસ્ત થવા પર ‘Away’ સેટ કરવા અથવા દૂર રહેવાનો વિકલ્પ પણ મળે છે. આ સીવાય એપ વોટ્સએપ વેબ સપોર્ટ કરે છે જેનાથી કંપનીઓ સીધી ડેસ્કટોપથી જ મેસેજ સેન્ડ અને રિસીવ કરી શકે છે.

Whatsapp Business એપના ફિચર્સ

બિઝનેસમાં ટેક્સ્ટ મેસેજનો ઓટોમેટિક રિપ્લાય પણ આપી શકાય છે
આ એપમાં રિપ્લાય શિડ્યૂલ કરી શકાય છે
મોકલવામાં આવેલ અને રિસીવ કરવામાં આવેલા મેસેજની સંખ્યા પણ જોઇ શકાય છે
એપમાં રજિસ્ટર કરતા સમયે તમે પોતાના બિઝનેસની કેટેગરી પસંદ કરી શકો છો
ઇંસ્ટોલ કર્યા બાદ રજિસ્ટર કરતા સમયે તમે તેમાં જે પણ નામ સેટ કરશો પછી તેને બદલી નહીં શકાય

નાના બિઝનેસમેન માટે કોર્પોરેટ કોમ્યુનિકેશનને ઇનેબલ કરનારા ફીચરની સાથે, વોટ્સએપની યોજના આવનારા સમયમાં કેટલાક બિઝનેસને કન્ફર્મ એકાઉન્ટ્સ તરીકે માર્ક કરવાની છે. મોર્નિંગ કંસલ્ટ દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર, ભારત અને બ્રાઝીલમાં 80 ટકાથી વધુ નાના કારોબારીઓનું માનવુ છે કે વોટ્સએપને કારણે તેને ગ્રાહકો સાથે વાતચીત કરવા અને પોતાના કારોબારને આગળ વધારવામાં મદદ મળે

for download : https://play.google.com/store/apps/details?id=com.whatsapp.w4b&hl=en

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here