Home World PAK સેનાની આલોચના કરનાર મહિલા પત્રકારનું અપહરણ, ઘરેથી જઇ રહી હતી નોકરી...

PAK સેનાની આલોચના કરનાર મહિલા પત્રકારનું અપહરણ, ઘરેથી જઇ રહી હતી નોકરી પર

18
0
SHARE

પાકિસ્તાની સેનાની ટીકા કરવા પર પ્રખ્યાત 52 વર્ષીય પાકિસ્તાની પત્રકારને અજ્ઞાત લોકો દ્વારા અપરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ અપહરણ માટે ખુફિયા એજન્સીઓને જવાબદાર ગણવા બાદ થોડા કલાકોમાં જ તે પોતાના ઘરે પરત આવી હતી. મહિલા પત્રકારના પરિજનોએ આ સંબંધમાં કેસ દાખલ કર્યો હતો.

સુત્રોના જણાવ્યાં પ્રમાણે, પાકિસ્તાની પત્રકાર ગુલ બુખારી રાતના 11 વાગ્યે તેમના કાર્યક્રમ માટે ‘વક્ત ટીવી’ચેનલ પર જઇ રહી હતી. આ દરમિયાન અજ્ઞાત બદમાશોએ કેન્ટના શેરપો પુલ નજીક તેનું અપહરણ કર્યું હતું. કૈબ ડ્રાઇવગરે પોલીસ જણાવ્યું કે એક ડબલ કેબિન ગાડીથી બે લોકો ઉતર્યા અને ગુલને પોતાની ગાડીમાં બેસવાનું કહ્યું.

ડ્રાઇવરે જણાવ્યું કે તેમની ના કહેવા પર બંને તેને જબદસ્તી પોતાની ગાડીમાં બેસાડી અને લઇ ગયાં. અપહરણ કરનારે ડ્રાઇવરને કઇં જ કહ્યું નહી. તે પછી ગુલ બુખારીના પરિવારે પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયેલની ફરિયાદ નોધાવી હતી. અપરણની માહિતી મળતા જ સોશિયલ મીડિયા પર લોકોએ ખુફિયા એજન્સીઓને જવાબદાર ગણાવાનું શરૂ કર્યું હતું.

તેનું કહેવાનું હતું કે સેનાની આલોચના કરવાના કારણે પત્રકારનું અપહરણ ખુફિયા વિભાગે કરાવ્યું છે. અપહરણના 3 કલાક બાદ ગુલના પરિવારે તે પરત આવવાની પુષ્ટિ કરી હતી. જો કે તેનું અપહરણ કોણે કર્યું તે વિશે કઇંક નથી કહેવામાં આવ્યું. પોલીસનું કહેવાનું છે કે તેની ટીમ ગુલના નિવેદન માટે તેના ઘરે ગઇ હતી.

પોલીસનું કહેવાનું છે કે ગુલ બુખારીએ નિવેદન આપવાની ના કહી દીધી. ટ્વિટર પર તીખી પ્રતિક્રિય વ્યક્ત કરતા પીએમએલ-એન નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની પુત્રી મરિયમ નવાજે ઘટના પર આશ્ચર્ય ચકિત થઇ હતી. તેમણે લખ્યું ‘ગુલ બુખારીના અપહરણના સમાચાર મુશ્કેલ કરનાર છે. આ ઘાતકી નીચા સ્તરની સ્થિતિ છે. અત્યંત દુખદ દિવસ’

પાકિસ્તાનમાં પત્રકારોની સ્થિત બહુ જ ખરાબ છે. ગત એપ્રિલમાં પંજાબ પ્રાંતના સાંબાડી શહેરમાં એક પત્રકારની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. તો પત્રકાર જીશાન અશરફ બટ્ટને જે સમયે ગોળી મારવામાં આવી તે સમયે તે પોલીસને ફોન કહી રહ્યાં હતાં કે તેને મારવા માટે સંઘ પરિષદના એક અધ્યક્ષ આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here