Home Uncategorized આ બે દેશ પાસે છે ભારતથી પણ વધુ પરમાણુ હથિયાર

આ બે દેશ પાસે છે ભારતથી પણ વધુ પરમાણુ હથિયાર

40
0
SHARE

એશિયાની ત્રણ મોટી શક્તિઓ ભારત, પાકિસ્તાન અને ચીને એક વર્ષની અંદર પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે. અહી પરમાણુ હથિયારોના મામલામાં પાકિસ્તાન ભારતથી આગળ છે. તેમજ ચીનની પાસે પણ તેનાથી બે ગુણા સંખ્યામાં વધારો છે.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે ભારતથી વધારે પરમાણુ હથિયાર છે જ્યારે ચીનની પાસે ભારતની તુલનામાં બે ગુણા પરમાણુ હથિયાર છે. સોમવારે જારી રિપોર્ટ અનુસાર, ભારતીય સુરક્ષા નિષ્ણાતોનું માનવાનું છે કે ભારતની પ્રતિરોધક ક્ષમતા વધુ સંપૂર્ણ છે. તેની સાથે જ નિરીક્ષણની ક્ષમતા અને પલટવાર કરવાના મામલામાં પણ પોતાના પરમાણુ હથિયારોને ભારતીય સુરક્ષા નિષ્ણાતોએ આગળ બતાવ્યાં છે. ભારત તેમાં વધુ આધુનિકરણ પર કામ કરી રહ્યું છે.

પાકિસ્તાન પાસે હાલમાં 140-150 પરમાણુ હથિયાર છે. જ્યારે ભારત પાસે 130-140 હથિયાર ઉલબ્ધ છે. તો ચીન પાસે અંદાજે 280 હથિયાર છે. અમેરિકા અને રૂસની વાત કરીએ તો તેની પાસે 6,450 થી 6850 પરમાણુ હથિયાર છે. બંને પાસે વિશ્વના 92 ટકા હથિયાર છે. ભારત અને પાકિસ્તાને એક વર્ષની અંદર 10-10નવા પરમાણુ હથિયાર બનાવ્યાં છે.

અન્ય સાત પરમાણુ સશસ્ત્ર દેશોના હથિયાર ઘણાં નાના છે, પરંતુ પોતાના પરમાણુ હથિયાર પ્રણાલીને અથવા તો વિકસિત કરી રહ્યાં છે અથવા પછી વિસ્તાર દઇ રહ્યાં છે. સીપરીનું કહેવાનું છે, ભારત અને પાકિસ્તાન બંને જ પોતાના પરમાણુ હથિયારને મોટા પ્રમાણમાં સંચય કરવાની સાથે જમીન, હવા અને સમુદ્રમાંથી છોડવામા આવેલા મિસાઇલનો વિકાસ ઝડપથી વધી દીધો છે. ચીન સતત પોતાના પરમાણુ હથિયાર પ્રણાલીને આધુનિકરણ કરી રહ્યું છે અને હથિયારોનો આકાર નાનો બનાવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યાં પ્રમાણે, ચીન અને પાકિસ્તાનની ધમકીને ધ્યાનમાં રાખીને ભારત પાસે કોઇ વિકલ્પ નથી બચ્યો. આ કરાણથી તે આવા પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વાળા હથિયારોનું નિર્માણ કરવું પડી રહ્યું છે જે વિશ્વસનીય હોય અને જવાબી કાર્યવાહીમાં દુશ્મને વ્યાપક ક્ષતિ પહોચડવામાં સહાયક બની શકે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયાર ભંડારનો વિસ્તાર કરી રહ્યું છે અને નવી જમીન, સમુદ્ર અને વાયુમાં મારનારા મિસાઇલ ડિલિવરી સિસ્ટમનો વિકાસ કરી રહ્યું છે. ચીન પણ પરમાણુ હથિયાર પ્રણાલીનો વિકાસ કરી રહ્યું છે અને ધીરે-ધીરે પરમાણું હથિયારનો વધારો કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here