Home Uncategorized શિલાંગમાં ભડકેલી હિંસા પર કેન્દ્રીય મંત્રી અહીરે કહ્યું, ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય...

શિલાંગમાં ભડકેલી હિંસા પર કેન્દ્રીય મંત્રી અહીરે કહ્યું, ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઇ જશે

20
0
SHARE

કેન્દ્રીય ગૃહ મંત્રી હંસરાજ અહીરે આશા વ્યક્ત કરી કે શિલાંગમાં હિંસાથી પ્રભાવિત  સ્થિતિ ટૂંક સમયમાં જ સામાન્ય થઇ જશે. એક કાર્યક્રમ દરમિયાન મંત્રીએ કહ્યું હતું કે, અમારી બટાલિયન ત્યાં પહોચી છે. સેના પણ ચોકસાઇ કરી રહી છે. મને આશા છે કે આ શાંતિપૂર્ણ થઇ જશે. શિલાંગના પંજાબ લેન વિસ્તારમાં રહેનાર શીખ સમુદાયના લોકો અને સરકારી બસોના મોટા સમુદાયના ડ્રાઇવરોની વચ્ચે ગુરૂવારે થયેલા અથડામણો બાદ મેઘાલયની રાજધાનીમાં તણાવની સ્થિતિ બની છે.

આ પહેલા શિલાંગના હિસાથી પ્રભાવિત વિસ્તારમાં ગત મંગળવારે પણ કર્ફ્યુ ચાલુ રાખ્યું, જ્યારે ઇન્ટનેટ તેમજ મોબાઇલ ટેલીફોન પર રોક લગાવ્યો હતો. જો કે નાયબ કમિશનર પી.એસ દખારે કહ્યું હતું. મંગળવારે અમને કર્ફ્યુમાં ઢીલ નહી રાખવાનો નિર્ણય લીધો છે, જો કે વિસ્તારોમાં સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઇ રહી છે. અમે સ્થિતિ પર નજર કરી રહ્યાં છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું ‘સેના હજી કોઇ પણ સ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને 10 અતિરિક્ત કંપનીઓ શિલાંગમાં કાનૂન-વ્યવસ્થાને રાખવા માટે પોલીસની મદદ માટે આવી રહી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here