Home India ગરમીનો પારો વધ્યો, દિલ્હી સહિત અનેક રાજ્યમાં લૂની ચેતવણી

ગરમીનો પારો વધ્યો, દિલ્હી સહિત અનેક રાજ્યમાં લૂની ચેતવણી

21
0
SHARE

આકરી ગરમીએ તેવર દેખાડવાનુ શરૂ કરી દીધું છે. તેના કહેરથી સમગ્ર દેશ ઉકળી રહ્યો છે. ગરમીની સૌથી વધુ અસર દિલ્હી-એનસીઆર સિહત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું કે ગરમ હવાઓની સાથે લૂ પડશે. દિલ્હીના પાલમ વિસ્તારમાં મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચ્યું જ્યારે જેસલમેરમાં મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ નોધાયું હતું

મંગળવારનો દિવસ રહ્યો સૌથી ગરમ
મંગળવારે એટલે કે કાલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને 5 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આજે લૂની સ્થિતિ વધી રહશે. જો કે 24 મેના રોજ દિલ્હીમાં તેજ હવાઓની સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એવામાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછુ થઇ શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં ફરી તાપમાનમાં વધારો થશે અને આ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી શકે છે.

હવામાં પરિવર્તન
હવામાન વિભાગે જણાવ્યું કે , આગામી કેટલાક દિવસોમાં પશ્વિમી વિક્ષેપની કોઇ શક્યતા નથી, હવામાં બદલાવ આવી ગયો છે. હવે ઉત્તર પશ્વિમી સુકી અને અત્યંત ગરમ હવાઓ દિલ્હીમાં પહોચી રહી છે. આ હવાનો પ્રભાવ આગામી 4 થી 5 દિવસા સુધી રહશે. 29મે સુધી આકરી ગરમી પડશે. હવામાન વિભાગના અનુસાર, 26મે પછી તાપમાનમાં એકવાર ફરી વધારે થશે અને આ 44થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here