Home India મુસ્લિમોને સમજી લેવું જોઈએ, કોણ છે તેમનો સાચો સાથી

મુસ્લિમોને સમજી લેવું જોઈએ, કોણ છે તેમનો સાચો સાથી

43
0
SHARE

વર્ષોથી ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પર આરોપ લગાવતા આવતા રહ્યાં છે કે, કોંગ્રેસ અલપસંખ્યકોનું એટલે કે, મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરતી આવી છે. એને તુષ્ટ્રીકરણ માટે તેઓ એક માત્ર એવો મેણો મારતા હતા કે, મુસ્લિમોને હજ માટે સબસિડી આપવામાં આવી રહી છે. આમ વર્ષોથી ભાજપના નેતા કહેતા આવ્યા છે કે, મુસ્લિમોને મળતી સબસિડી બરાબર નથી તે બંધ કરવી જોઈએ. હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે, અને તેમને મુસ્લિમોને સશક્ત બનાવવા જેવા તર્કને આગળ ધરીને સબસિડી ખતમ કરી દીધી છે. સબસિડી બંધ કરવાના નિર્ણય બાદ ઘણા બધા અલગ-અલગ તથ્યો સામે આવી રહ્યાં છે.

આમ જોવા જઈએ તો હજની સબસિડી બંધ કરીને મોદી સરકારે ખુબ જ સારૂ પગલું ભર્યું છે. પરંતુ હવે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે, સબસિડી બંધ કર્યા બાદ માત્ર સરકાર એર ઈન્ડિયાને જ હજયાત્રીઓને સાઉદી લઈ જવાનો અધિકાર આપશે કે, બીજી એરલાઈન્સને પણ ઓપન માર્કેટમાં આવકારવામાં આવશે. જો સરકાર એર લાઈન્સને મુસ્લિમોના પૈસા પર જીવતી રાખવા માંગતી હોય અને તે પણ વીઆઈપીના ફરવા માટે તો એકવાર ફરીથી હજયાત્રીઓને લઈજવા લાવવા માટે તેને જ અધિકાર આપી શકે છે, જોકે સરકારે હવે સબસિડી ખત્મ કરી દીધી હોવાના કારણે તેમનો એર લાઈન્સને આપેલો અધિકાર પણ ખત્મ થઈ જવો જોઈએ.

હજ સબસિડી પાછી લેવી બીજેપી માટે એક સારી રાજનીતિ હોઈ શકે છે. પરંતુ એર ઈન્ડિયા માટે નિશ્ચિત રીતે ખરાબ વસ્તુ છે. કેમ કે, હજ ટ્રાફિક પર તેનો એક ચક્રિય શાસન છે. એર ઈન્ડિયા પાસે હજ સિઝન દરમિયાન વધારે મોંઘી ટિકિટો વેચવા પાછળનું સ્પષ્ટીકરણ છે. એર ઈન્ડિયાનું કહેવું છે કે, સઉદી સરકારના બંધનોને લઈને તેના વિમાનોને પાછા ફરતી વખતે ખાલી આવવું પડે છે. પરંતુ, ખાલી વિમાન આવવા પર પણ 175 ટકાનો નફો (35,000 Vs 1,1000 રૂપિયા) ન્યાયી નથી.

એક વ્યક્તિને ખુલ્લા માર્કેટમાં 35 રૂપિયામાં મળી રહેલી એક ચીજને ખરીદવા માટે 110 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ પોતાની ઉદારતા બતાવવા માટે સરકાર હસ્તક્ષેપ કરતી રહી અને વધેલી કિંમત પર 45 ટકા ભાગ પોતાના ખિસ્સામાંથી આપવાનો વચન આપે છે. એવામાં તે વ્યક્તિને 60 રૂપિયા ચૂકવવા પડે છે અને સરકાર વેચનારને સીધા 50 રૂપિયા આપવાનું વચન આપે છે.

હવે આને લઈને એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. શું સરકાર ખરીદદારને સબસિડી આપી રહી છે કે તેના પાસેથી વધારે પૈસા વસૂલી રહી છે? શું આ ઉદારતા છે અથવા મોનોપોલીને લઈને નફાખોરી કરવી છે? મને લાગે છે કે, એક પ્રાઈમરી શાળાનો વિદ્યાર્થી પણ આ ગણિતને ગણીને તમને જવાબ આપી દેશે.

આ સબસિડીને પાછી ખેંચવી આંકડાઓ સાથે જાદૂગરી કરવા જેવી છે. આ કંઈક એવું જ છે કે, કોઈના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવામાં આવે અને તેના અડધા પૈસા તેને જ દાન કરવામાં આવે. સરકારે એર ઈન્ડિયાને હજ સિઝનમાં કમાણી અને કદાચ પ્રોફિટની ગેરંટીવાળી આવક બંધ કરી દીધી છે.

આપણે હજ VS કુંભ મેળાની સબસિડીની ચર્ચા કરીએ તે પહેલા આપણે હજના અર્થશાસ્ત્રને સમજવું પડશે. માની લો કે, એક તીર્થયાત્રી શ્રીનગરથી મદિના જઈ રહ્યો છે. જો તેની પાસે એર લાઈન્સ પસંદ કરવાની આઝાદી હોય તો વાપસીનું ભાડૂં, ખાસ કરીને ટિકિટને એડવાન્સમાં બુક કરવામાં આવે તો, લગભગ 35000 રૂપિયા થાય છે. દિલ્હી માટે રિટર્ન ટિકિટનો ખર્ચ લગભગ 8,000 રૂપિયા થાય છે, અને ત્યાંથી જિદ્દાહ જવું અને પાછા આવવામાં લગભગ 2,800 રૂપિયાનો ખર્ચ થાય છે. (એર સાઉદિયા, દિલ્હી-જિદ્દાહ, 15 માર્ચ બાદ અને 20 માર્ચના રિટર્ન માટે, 17 જાન્યુઆરી 2018ના ભાડાની લિસ્ટના હિસાબથી)

હવે જોઈએ કે, સબસિડી સિસ્ટમની શું રમત છે? એક રિપોર્ટ અનુસાર, શ્રીનગરથી જિદ્દાહ જવા માટે સબસિડી હેઠળ તે તીર્થયાત્રીએ લગભગ 1.10 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ 1.10 લાખ રૂપિયામાંથી તીર્થયાત્રીઓને 55 ટકા ભાગ ચૂકવવો પડે છે જે લગભગ 66,000 રૂપિયા જેટલા થાય છે. બાકીના 45 ટકા ભાગ સરકાર એર ઈન્ડિયાને હજ સબસિડીના નામ પર રિઈમ્બર્સ કરે છે.

નાનું બાળક પણ સમજી શકે તેવું સરળ ગણિત છે કે, હાજયાત્રીઓ પાસેથી વધારે પૈસા વસૂલવામાં આવી રહ્યાં હતા. સબસિડીનો બધા વચનો માત્ર આંખોમાં ધૂળ નાંખવા સમાન હતા. ગલ્ફ ન્યૂઝે કહ્યું છે કે, સરકારે એક એવી ચીજ પાછી લઈ લીધી છે કે, જેનું કોઈ અસ્તિત્વ જ નહતું.

સીધી રીતે જોવામાં આવે તો મોંઘી કિંમતની ટિકિટોને લઈને સરકાર હજ સબસિડીના નામે હજયાત્રીઓને અંધારામાં રાખી રહી હતી. આ બધી જ પ્રવૃત્તિ માત્ર એક સરકારી એજન્સીથી પૈસા બીજી એજન્સી પાસે પહોંચાડવાની હતી. કેમ કે, આમાં કોઈ વાસ્તવિક બચત થતી નથી, એવામાં માત્ર સરકાર એવું બતાવી શકે છે કે, કેવી રીતે હજ સબસિડીના પૈસાને બીજી કલ્યાણકારી સ્કિમો પર લગાવશે?

આમ હજયાત્રાની સબસિડીના નામે ચાલતું પ્રાખંડ બંધ કરી દેવામાં આવી તે ખુબ જ સારૂ કર્યું. જોકે, હજયાત્રાની સબસિડીને બંધ કરી દેવાના કારણે બીજા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
1. પહેલો પ્રશ્ન ઉભો થયો છે કે, કોર્ટ માને છે કે, હજ માટે આપવામાં આવતી સબસિડી ગેરકાનૂની છે?
2. શું ભારતીય સરકાર ઈસ્લામ પર જ ખર્ચ કરે છે, અન્ય ધર્મ ઉપર પણ સબસિડી આપી રહી નથી?
3. ત્રીજો પ્રશ્ન ઉભો થયો હતો કે, શું સરકાર સુપ્રિમકોર્ટના બધા જ નિર્ણયોનું આદર કરે છે?
4. શુ સુપ્રિમ કોર્ટ પાસે હક્ક છે કે, સરકારને આવા પ્રકારની સત્તા આપે અને તે પોતે નીતિ બનાવે

આમ હવે સરકાર દ્વારા બીજા ધર્મોના કામકાજમાં આપવામાં આવતી સબસિડીને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. કેમ કે, હજયાત્રા માટે આપવામાં આવતી રકમ કરતાં અન્ય ધર્મ ઉપર ખર્ચ કરવામાં આવતી રકમ ઘણી મોટી છે. નીચે આપેલા આંકડા પ્રમાણે સમજીએ કે 2012થી 2016 સુધીમાં કેટલી હજ માટે સબસિડી આપવામાં આવી હતી.

2012-836 કરોડ રૂપિયા
2013-680કરોડ રૂપિયા
2014-577 કરોડ રૂપિયા
2015-530 કરોડ રૂપિયા
2016-405 કરોડ રૂપિયા

દેશના દરેક રાજ્ય સરકારો પોતાના રાજ્યોમાં ધાર્મિક કાર્યક્રમો માટે સબસિડી આપી રહી છે. હજની સબસિડી સામે આપણે તપાસીએ કે, અન્ય ધર્મ ઉપર સરકાર કેટલા પૈસા ખર્ચ કરે છે. કેન્દ્ર સરકાર દેશના ચાર મોટા કુંભ મેળાઓ પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. હરિદ્વાર, નાશિક, અલ્હાબાદ અને ઉજ્જૈનમાં યોજાતા કુંભ મેળાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. 2014-15માં કેન્દ્ર સરકારે માત્ર અલ્હાબાદ કુંભ મેળા પાછળ 1150 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. નાશિકના કુંભ મેળા પાછળ મહારાષ્ટ્ર સરકારે 2500 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. બીજેપીની મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારે 2016માં 3400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા અને આવનાર સમયમાં આ આંકડો 5 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ વર્ષે 1,75000 લોકો ભારતથી હજયાત્રા કરવા માટે સઉદી અરબ જશે. તેમને માત્ર એર ઈન્ડિયા જ લઈ જઈ શકે છે. તે માટે હાજયાત્રીઓ પાસેથી લગભગ 8 મહિના પહેલા પૈસા જમા કરાવી લેવામાં આવે છે. જો આનો ગ્લોબલ ટેન્ડર હોય અને એરલાઈન્સને પોણા બે લાખ યાત્રીઓ આપવાની ગેરંટી આપવામાં આવે તો દુનિયાની તમામ એરલાઈન્સ એર ઈન્ડિયાથી ખુબ જ ઓછા પૈસાથી હજયાત્રા પર લાવશે. જો કોઈ ઈન્ટરનેશનલ ટૂર ઓપરેટરને પોણા બે લાખ મુસાફર આપવામાં આવે તો તેનું પેકેજ પણ સસ્તું હશે. પરંતુ હિન્દુસ્તાનમાં સરકાર દ્વારા મુસલમાનો ખુબ મોંઘી હજ કરે છે અને સબસિડીના અહેસાન હેઠળ દબાયેલો રહે છે.

આ વખતે 1,75,000 ઈન્ડિયન મુસ્લિમ હજ કરવા જશે. હજના ફોર્મની કિંમત 300 રૂપિયા છે, જે પાછા મળતા નથી. આ વર્ષે 3,55,000 લોકોએ ફોર્મ ભર્યા છે, આનાથી સરકારને 10 કરોડ 65 હજાર રૂપિયાની આવક થઈ. ફર્સ્ટ કલાસના હજયાત્રી પાસેથી સરકાર 2,41000 રૂપિયા લે છે અને સેકેન્ડ ક્લાસ માટે 2,11,000 રૂપિયા લેવામાં આવે છે. લગભગ 70 ટકા લોકો સેકેન્ડ ક્લાસ અને 30 ટકા લોકો ફર્સ્ટ ક્લાસમાં બેસીને હજયાત્રાએ જાય છે. આમ આ વર્ષે લગભગ 52,500 મુસાફરો ફર્સ્ટ કલાસમાં જશે, તેઓ સરકારને 1265 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવશે અને લગભગ 1,22,500 સેકન્ડ ક્લાસમાં જશે, જે 2584 કરોડ 75 લાખ રૂપિયા સરકારને ચૂકવશે. આમ બધા જ ઈન્ડિયન હાજી 3850 કરોડ રૂપિયા સરકારને આપશે. આ 3850 કરોડ રૂપિયા સરકાર હાજયાત્રીઓ પાસેથી 8 મહિના પહેલા જ લઈ લે છે. આ રકમ પર 7 ટકાના દરે સરકારને 180 કરોડ રૂપિયા વ્યાજ મળશે. આમ તે છતાં ઈન્ડિયન મુસ્લિમ સબસિડીના બોઝા હેઠળ દબાયેલો હતો. આમ જોવા જઈએ તો મોદી સરકારે અજાણતા મુસ્લિમોને મોટો ફાયદો કરાવી આપ્યો છે અને પોતાના પગ ઉપર જ કુહાડી મારી છે. આમ થોડા સમય બાદ એર ઈન્ડિયા બંધ થઈ જાય તો નવાઈ આશ્ચર્ય ના લગાડતા કેમ કે, અત્યાર સુધી ઈન્ડિયન મુસ્લિમો તેને જીવંત રાખવામાં સૌથી મોટો ભાગ ભજવી રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here