Home India સ્કાયમેટે કર્યો દાવો, દિલ્હીમાં 7દિવસ પહેલા આવી શકે છે ચોમાસું

સ્કાયમેટે કર્યો દાવો, દિલ્હીમાં 7દિવસ પહેલા આવી શકે છે ચોમાસું

27
0
SHARE

ઉત્તર ભારત આકરી ગરમીમાં સેકાય રહ્યું છે, ત્યારે દરેક લોકો ચોમાસુંની રાહ જોઇ રહ્યાં છે. કેરલમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે પરંતુ તેના આગમન પહેલા ઉત્તર ભારતમાં ગરમી ધીરે-ધીર વધી રહી છે. તેમજ નિઝી સિઝન પૂર્વાનુમાન એજન્સી ‘સ્કાયમેટ’એ દાવો કર્યો છે કે દિલ્હીમાં ચોમાસું આ વખતે 7 દિવસ પહેલા આવી શકે છે. સ્કાયમેટે દિલ્હી-એનસીઆરમાં 22જૂન સુધીમાં ચોમાસું પહોચવાની સંભાવના જણાવી છે. સ્કાયમેટના અનુસાર, દિલ્હીમાં 7જૂને પ્રી ચોમાસું એક્ટિવ થશે જ્યારે 15 જૂન સુધી ખુબ જ વધી જશે. પ્રી ચોમસું એક્ટિવી 7 જૂનની આસપાસ શરૂ થશે. 15 જૂનથી આ ઘણુ વધી જશે.

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હી એનસીઆરમાં ધૂળ ભરી આંધી-વાવાઝોડુ આવી શકે છે. સ્કાયમેટે જણાવ્યું કે ચોમાસું ઉત્તર ભારતની તરફ ઝડપથી વધી રહ્યું છે. 25 જૂન સુધી ચોમાસું રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ સક્રિય થઇ જશે. તેમજ હવામાન વિભાગે તેના પર કોઇ ટિપ્પણી કરી નથી.

હવામાન વિભાગની તરફથી કહેવામાં આવ્યું કે આ પર કઇંક પણ કહેવું અત્યારે મુશ્કેલી રહશે. જો કે હવામાન વિભાગે આજે દિલ્હીમાં ધૂળ ભરી આંધી આવવાની આશંકા વર્ણવી છે. દિલ્હીમાં સામાન્ય રીત પર ચોમાસું 29 જૂન સુધીમાં પહોચે છે. જો કે આ પહેલા ઘણીવાર દિલ્હીમાં ચોમાસું સમય પહેલા પહોચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here