Home Ahmedabad એકતાનું પ્રતિક: અમદાવાદમાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરનું મુસ્લિમ કરાવી રહ્યો છે...

એકતાનું પ્રતિક: અમદાવાદમાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરનું મુસ્લિમ કરાવી રહ્યો છે જીણોદ્વાર

18
0
SHARE

અમદાવાદ: અમદાવાદના મોઇન મેમણ એક 500 વર્ષ જૂના હનુમાન મંદિરનુંજીણોદ્વાર કરાવી રહ્યાં છે. મેમણે કહ્યું છે કે રાજકારણ કરનારા જ્યાર સુધી હિન્દુ-મુસ્લિમ નહીં કરાવે ત્યાર સુધી તેમની રોટી નહીં શેકાય.

મિર્ઝાપુરમાં આવેલુ છે મંદિર

અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં 500 વર્ષ જૂના હનુમાનના મંદિરના જીણોદ્વારનું કાર્ય મોઇન મેમણ કરાવી રહ્યાં છે. આ મંદિરના રિનોવેશનની તસવીર સોશિયલ મીડિયા પર આવતા કેટલાક લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.મોઇન મેમણે ધર્મના નામ પર રાજકારણ રમનારાઓ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ એમ પણ કહ્યું છે કે જો બધા હિન્દુ-મુસ્લિમ ભાઇ ભેગા થઇ જાય તો રાજકારણ કરનારા કઇ નહીં કરી શકે.મોઇને કહ્યું કે શાંતિ દેશમાં રહેશે, તેની માટે હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ ભેગા થવુ જોઇએ. ટ્વિટર પર મેમણની વાતનો જવાબ આપતા એક યૂઝર રામગોપાલ શર્મા લખે છે- આ રાજકારણ કરનારા નફરતના સૌદાગર છે, નફરત વેચીને પોતાની માટે સત્તા પૈસા ભેગા કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here