Home Cricket IPL-2018: મુંબઇની શાનદાર બોલિંગ, કોલકત્તાને 13 વિકેટે આપી હાર

IPL-2018: મુંબઇની શાનદાર બોલિંગ, કોલકત્તાને 13 વિકેટે આપી હાર

21
0
SHARE

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સનો 13 રનથી પરાજય થયો હતો. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટ પર 181 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકત્તા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવી શકી હતી. મુંબઇએ આ સીઝનમાં ચોથી જીત મેળવી હતી.

અગાઉ ટોસ જીતીને કોલકત્તા નાઇટારાઇડર્સે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવ અને ઇવિન લૂઇસે શાનદાર શરૂઆત અપાવી હતી. યાદવે શાનદાર પ્રદર્શન કરતા સીઝનની ચોથી અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર 59, લૂઇસ 43, રોહિત 11, હાર્દિક પંડ્યા 35, કૃણાલ પંડ્યા 14 અને ડ્યુમિનિએ 11 રન બનાવ્યા હતા.

182 રનનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 168 રન જ બનાવી શકી હતી. કોલકત્તા તરફથી ઉથપ્પાએ 54, નીતિશ રાણાએ 31 રન બનાવ્યા હતા. કેપ્ટન કાર્તિકે અણનમ 36 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો નહોતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here