Home India રામ રહિમને દોષિત જાહેર કરતાં ફાટી નિકળી હિંસા, 30 લોકોએ ગુમાવ્યો જીવ

રામ રહિમને દોષિત જાહેર કરતાં ફાટી નિકળી હિંસા, 30 લોકોએ ગુમાવ્યો જીવ

59
2
SHARE

ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહીમ સામે પંચકુલાની કોર્ટમાં શુક્રવારે સાધ્વી સાથે બળાત્કારના કેસનો આજે સીબીઆઈની ખાસ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો. જજ જગદીપ સિંહ આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે બાબા રામ રહીમને સાધ્વી રેપ કેસ મામલે દોષિત ઠેરવ્યાં. બાબાને સજાની જાહેરાત 28મી ઓગસ્ટે જે સુનાવણી થશે તેમાં નક્કી કરવામાં આવશે.

ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં તણાવનું વાતાવરણ છે. ચુકાદા અગાઉ કોર્ટરૂમમાં હાજર તમામ લોકોના ફોન બંધ કરાવી દેવાયા હતાં. કોર્ટમાંથી બધાને બહાર જવાનું કહેવાયું હતું. માત્ર જજ, વકીલ અને રામ રહીમ જ કોર્ટરૂમમાં હાજર હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોર્ટમાં હાથ જોડીને ઊભા હતાં બાબા રામ રહીમ. ચુકાદા બાદ હવે ગુરમીત રામ રહીમ સિંહને કસ્ટડીમાં લેવાયા છે. કોર્ટથી સીધા જેલમાં લઈ જવાશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં હિંસાના અહેવાલો છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ હિંસામાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગચંપીની ઘટનાઓ

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને હિંસાના સખ્ત શબ્દોમાં ટીકા કરી હતી અને દેશના નાગરિકોને શાંતિની અપિલ કરી હતી.
-ડેરા પ્રમુખ પર કોર્ટના નિર્ણય બાદ થયેલી હિસાની રાષ્ટ્રપતિએ નિંદા કરી. શાંતિ બનાવી રાખવા માટે નાગરિકોને અપિલ કરી
-ડેરા સમર્થકોની હિંસમાં મરનારોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે, જ્યારે 250થી વધારે ઘાયલ થયા છે.
-યૂપીના ગાજિયાબાદ, હાપુડા અને ફિરોજાબાદમાં પણ કલમ 144 લગાવવામાં આવી


-દિલ્હી પોલીસના પીઆરઓ મથુર વર્માએ કહ્યું કે, દિલ્હીમાં ક્યાય પણ ટોળાઓને ભેગા થવા દેવામાં આવતા નથી. પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવી હતી જોકે, હાલમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે. મેટ્રો સ્ટેશન એલર્ટ પર છે. યૂપી અને હરિયાણા બોર્ડ્સ પાસેના સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
-હરિયાણાના ડીજીપી મોહમ્મદ અકીલે કહ્યું કે, હિંસા કરી રહેલા ડેરાના 1000 સમર્થકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે.
-ડેરા સમર્થકોની હિંસાને જોતા ગ્રેટર નોએડા અને નોએડામાં કલમ 144 લાગૂ, બધા જ અધિકારીઓને હિંસા રોકવા માટે સખ્ત નિર્દેશ
-ડેરા પ્રમુખને દોષિત જાહેર કર્યા બાદ પ્રવક્તા દિલાવ ઈન્સાંની અપીલ- અમારી સાથે અન્યાય થયો છે. અમે આની અપીલ કરીશું. અમારી સાથે તે જ થયું જે ઈતિહાસમાં ગુરૂઓ સાથે થયું. ડેરા સચ્ચા સૌદા માનવાતા ભલાઈક માટે છે. બધા જ શાંતિ બનાવીને રાખે.

પંચકુલામાં હિંસા, 28 લોકોના મોત
ચુકાદા બાદ ડેરા પ્રમુખના સમર્થકો હિંસા પર ઉતરી આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પંચકુલામાં હિંસા દરમિયાન 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. 250 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. શહેરમાં છેલ્લા એક કલાકથી હિંસા ચાલુ છે. 100થી વધુ ગાડીઓને આગને હવાલે કરાઈ છે. ડેરા સમર્થકો પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યાં છે. આ બાજુ શિમલા હાઈવે પર ગાડીઓને ટારગેટ કરવામાં આવી રહી છે. કારોના કાચ તોડવામાં આવ્યાં છે. ચુકાદા બાદ સુરક્ષા કારણોસર દિલ્હી સરહદે પણ એલર્ટ જારી કરી દેવામાં આવી છે. સિરસામાં ભારે સંખ્યામાં સેનાની તૈનાતી કરાઈ છે. સમર્થકો પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓને ટારગેટ કરી રહ્યાં છે.

રેપ કેસમાં ડેરા પ્રમુખ દોષિત: ચુકાદા બાદ સમર્થકો બેકાબુ, પંજાબ અને હરિયાણામાં હિંસાના અહેવાલો
રેપના કેસમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને આજે પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યાં. રામ રહીમ દોષિત જાહેર થતા સમર્થકો બેકાબુ બન્યાં છે. પંચકુલામાં એક મીડિયા વાન પર હુમલો કરાયા હોવાના અહેવાલો છે. પોલીસે હિંસક બનેલા સમર્થકો પર ટીયરગેસના સેલ છોડ્યાં છે. પંજાબના મુખ્યમંત્રીએ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પંચકુલાના સેક્ટર પાંચમાં હિંસક સમર્થકો પર ટીયર ગેસના સેલ છોડાયા અને લાઠીચાર્જ કરાયો હોવાના પણ અહેવાલો છે. હવામાં ગોળીબાર કરવાના પણ અહેવાલ છે. મલોટ રેલવે સ્ટેશન અને પેટ્રોલ પંપને દેખાવકારોએ આગના હવાલે કર્યાં છે. ભટિંડામાં પણ આ રીતની આગજનીના અહેવાલો છે. પંજાબના ત્રણ શહેરો ભટિંડા, મનસા અને ફિરોઝપુરમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે.

બાબા રામ રહીમ બાય રોડ જ સીબીઆઈ કોર્ટ ગયા હતાં. તેમની સાથે 800 ગાડીઓનો કાફલો હોવાના માધ્યમોના અહેવાલો હતાં. સિરસાથી પંચકૂલા 250 કિમીનું અંતર છે. ડેરા પ્રમુખના સેંકડો સમર્થકોએ ગુરુવારે તિગાંવમાં ભેગા થઈને રણનીતિ બનાવવાની કોશિશ કરી પરંતુ સૂચના મળતા પોલીસે ત્યાં જઈને તેમને વેરવિખેર કરી યોજના નિષ્ફળ કરી નાખી હતી. 250 કિમીના અંતરમાં ઠેર ઠેર બાબાના સમર્થકો હાજર રહ્યાં હતાં. ડેરાપ્રમુખના ચૂકાદા પહેલા પંચકૂલામાં સેના તૈનાત કરાઈ હતી. સિરસા, પંચકુલા અને ચંડીગઢમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી હોવાના પણ અહેવાલો હતાં.
કહેવાય છે કે જેવી સિરસાના આશ્રમથી બાબા પંચકુલા જવા માટે નિકળ્યાં કે તેમના સમર્થકો ગાડીઓની આગળ જઈને સડક પર ચત્તાપાટ સૂઈ ગયાં. તેમનું કહેવું હતું કે તેઓ તેમને જવા દેશે નહીં. સમર્થકોનો આરોપ છે કે બાબાને આ કેસમાં કાવતરું કરીને ફસાવવામાં આવ્યાં છે. ત્યારબાદ સમર્થકોને સમજાવવામાં આવ્યાં અને બાબાનો કાફલો આગળ વધ્યો.

પહેલા હેલિકોપ્ટર માર્ગે જવાના હતા પંચકુલા પરંતુ હવે બાય રોડ જઈ રહ્યાં છે
પહેલા એવી માહિતી હતી કે રામ રહીમ સિરસાથી પંચકુલા જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે. પ્રશાસને પણ તેમને સુરક્ષા કારણોસર હવાઈમાર્ગે આવવા જણાવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન બદલાયો અને રામ રહીમ બાય રોડ નીકળી પડ્યાં. ટીવી રિપોર્ટ્સ મુજબ કાફલાનું સંપૂર્ણ વીડિયો રેકોર્ડિંગ થયું હતું.

રામ રહીમના કાફલા સાથે પોલીસ અને પ્રશાસનની ગાડીઓ પણ હતી. પોલીસ સુરક્ષા કારણોસર સતત એલર્ટ મોડ પર રહી હતી. સિરસાથી પંચકુલા વચ્ચે 250 કિમીના રસ્તામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here