Home Food & Lifestyle ઉનાળામાં તમારા ઘરમાં ઠંડક લાવવા ફોલો કરો આ 5 ટિપ્સ

ઉનાળામાં તમારા ઘરમાં ઠંડક લાવવા ફોલો કરો આ 5 ટિપ્સ

75
1
SHARE

ઉનાળો હજુ બરાબર જામ્યો નથી ત્યાં અનેક લોકો ગરમીથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. જો કે આ ગરમીથી બચવા જો તમે તમારા ઘરમાં ઠંડક મેળવવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે.

તડકામાં થતી ગરમીમાં તાજગી મેળવવા માટે સૌથી જરૂરી છે એવા રંગો જેને જોતાં જ આંખોને ઠંડક મળે અને એવા કલર છે સફેદ, પીળો, પિન્ક તથા લાઇટ બ્લુ. આ રંગો સોફ્ટ હોવાને લીધે એ વાતાવરણમાં વધતી ગરમીમાં પણ ઘરને ઠંડું રાખે છે.

ઉનાળાની બપોરે જ્યારે થાકીને વ્યક્તિ ઘરે આવે ત્યારે તેને જરૂર પડે છે શકુનની. બેઠક-એરિયાને લાઇટ પિન્ક, ઓફ વાઇટ જેવા શેડથી સજાવો. આ એરિયાનું ફર્નિચર તેમજ દીવાલો આવા જ સોફ્ટ રંગોમાં રંગો, પણ ધ્યાન રાખવું કે શેડ ભલે લાઇટ હોય, ડલ ન હોય અથવા ઘરમાં ફ્રેશનેસ લાગવાને બદલે આળસ અનુભવાશે.

સફેદ રંગ બીજા કોઈ પણ રંગ કરતાં વધારે લાઇટ રિફ્લેક્ટ કરે છે. એનાથી રૂમ વધારે મોટો અને રોશનીવાળો લાગે છે. રોશનીમાં વધારો કરવા માટે મોટા અરીસા સારું કામ કરશે તેમજ રૂમમાં વધારે સૂર્યપ્રકાશ આવે એ માટે વિન્ડોના પડદા પણ ખુલ્લા મૂકી શકાય.

વાઇટ રંગ ઠંડક પણ આપે છે જેથી જો વધારે તડકો આવે તો પણ રૂમમાં હાજર વ્યક્તિને ગરમીનો અનુભવ નહીં થાય.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here