Home India NDTVના પત્રકાર રવીશ કુમારને આપી જાનથી મારી નાંખવાની ધમકી

NDTVના પત્રકાર રવીશ કુમારને આપી જાનથી મારી નાંખવાની ધમકી

695
0
SHARE

જે સમયે દેશભરમાં અસહિષ્ણુતા અને બોલવાની આઝાદી પર ખતરાને લઈને ચર્ચા ચાલી રહી છે, તે વચ્ચે એનડીટીવીના પત્રકાર રવીશ કુમારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમને જાનથી મારવાની ધમકી આપવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમને આ પહેલા પણ આવી કેટલીક ધમકીઓ મળતી રહી છે.

હાલમાં જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક સનકી યુવકે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહી છે. તેમને ઘણીવર વોટ્સએપ અને ફેસબુકથી જીવથી મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે. તેમના વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ રવીશ કુમારના જ એક નિવેદનને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો હતો. તેમને દેશભરની અલગ-અલગ જગ્યાઓ પરથી રવિશ કુમારને મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી છે.

સતત જાનથી મળી રહેલ ધમકીઓ બાદ રવીશ કુમારે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તેમને કહ્યું કે, 25-26 એપ્રિલ પછીની વાત છે. ઓફિસે આવી રહ્યો નહતો, પરંતુ અચાનક મારા ફોન પર ઘણા બધા ફોન આવવા લાગ્યા. એક નંબરને બ્લોક કરતો તો બીજા નંબર પરથી આવી જતો અને બધા જ લોકો અભદ્ધ ભાષાનો ઉપયોગ કરતાં હતા. આ બધા જ લોકો ખાસ એક રીતની વિચારધારાથી પ્રેરિત થયેલા છે. આ બધા લોકો એક વિચારધારાથી એટલા બધા મોટિવેટેડ થઈ ગયા છે કે, જાહેરમાં જાનથી મારી નાંખવાની વાત કરી રહ્યાં છે. આ લોકો જાહેરમાં બોલી રહ્યાં છે કે, તમને ખેંચીને મારી નાંખીશું. 15-20 મીનિટ સુધી તો આ લોકો સતત અપશબ્દ જ બોલતા રહે છે.

દેવેન્દ્ર ફોઝી નામના યુવકે, રવીશ કુમારને ઓફિસે આવીને ગોળી મારવા સુધીની ધમકી આપી નાંખી હતી. સોશિયલ મીડિયા પર જે આઈડી દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, તે બધી જ અસલી છે. જેમાં મોટાભાગની આઈડીઓ ધાર્મિકતા સાથે જોડી દેવામાં આવી છે.

તે ઉપરાંત અભિષેક તિવારીના નામના એક વ્યક્તિ વિશે રવિશકુમાર જણાવે છે કે, “આ વ્યક્તિ બજરંગ દળનો વિદ્યાર્થી યુનિટનો અધ્યશ્ર છે અને તે મારા વિશે એવી સોશિયલ માીડિયા પર એવી બાબતો વિશે લખે છે જેને વાંચીને હું પણ આશ્ચર્યમાં પડી ગયો હતો કે, મારી આવી જાણકારી તેની પાસે કેવી રીતે પહોંચી ગઈ.” અભિષેક તિવારી સોશિયલ મીડિયા પર રવિશકુમારને જાનથી મારી નાંખવાની ધમકી એકદમ સ્પષ્ટ લખે છે. તે ઉપરાંત મનીષ સોશિયલ મીડિયા પરની ધમકીથી આગળ વધીને રવિશ કુમારને ધમકી ભર્યો વીડિયો જ મોકલી દે છે.

ધમકીઓ દરમિયાન રવિશકુમારને હિન્દુ વિરોધી અને પાકિસ્તાની ગણાવવામાં આવી રહ્યાં છે, તે ઉપરાંત તેમના નામના ખોટા નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યાં છે.

મહત્વપૂર્ણ વસ્તુ તે છે કે, સોશિયલ મીડિયા પર જે લોકો દ્વારા રવિશકુમારને ધમકીઓ આપવામાં આવી છે, તેમને બીજેપીના નેતાઓ ફોલો કરે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે.

એક પત્રકારને ખુલ્લી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ બધા લોકો વિશે પોલીસ ન તો કોઈ એક્શન લઈ રહી છે કે, દેશનો મેન સ્ટ્રીમ મીડિયા આના વિરોધમાં અવાઝ ઉઠાવી રહ્યો છે. આને જોઈને લાગે છે કે, દેશ એક અલગ ટ્રેક પર જઈ રહ્યો છે, જ્યાં આવનારા દિવસોમાં એક અલગ જ મંઝર જોવા મળી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here