Home Cricket મેચ દરમિયાન પગે લાગવા આવેલા યુવક સાથે ધોનીએ શું કર્યું, જુઓ વીડિયો

મેચ દરમિયાન પગે લાગવા આવેલા યુવક સાથે ધોનીએ શું કર્યું, જુઓ વીડિયો

35
0
SHARE

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન  મહેન્દ્રસિંહ ધોનીની ફેન્સ ફોલોઇંગ દેશ જ નહી વિદેશમાં પણ ખૂબ છે. તેની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો કોઇ પણ હદે જવા તૈયાર હોય છે. આવી જ એક ઘટના કોલકત્તા નાઇટરાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન જોવા મળી હતી.

મેચ દરમિયાન એક યુવક સિક્યોરિટી તોડીને ચેન્નઇના ખેલાડીઓ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયો હતો અને ધોનીને પગે લાગ્યો હતો. ધોનીએ પણ તેને નિરાશ કર્યો નહોતો અને તેના માથે હાથ ફેરવી આશિર્વાદ આપ્યા હતા. જોકે, આમ અચાનક યુવક ખેલાડીઓ સુધી પહોંચી જતા ચોંકી ઉઠેલા સિક્યોરિટી જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ખેંચીને બહાર લઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here