Home Other Sports Commonwealth Games 2018ઃ બોક્સિંગમાં મેરી કોમ, ગૌરવ સોલંકી તો શૂટિંગમાં સંજીવ રાજપૂતે...

Commonwealth Games 2018ઃ બોક્સિંગમાં મેરી કોમ, ગૌરવ સોલંકી તો શૂટિંગમાં સંજીવ રાજપૂતે જીત્યો ગોલ્ડ

31
0
SHARE

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે શાનદાર રહ્યો હતો. ભારતે ટુનામેન્ટના 10મા દિવસે છ ગોલ્ડ મેડલ સાથે આઠ મેડલ મેળવ્યા હતા. બોક્સિંગમાં મેરિ કોમ, ગૌરવ સોલંકી, શૂટિંગમાં સંજીવ રાજપૂત અને ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતના સુમિતે પુરુષોની ફ્રિસ્ટાઇલ સ્પર્ધામાં વોકઓવર મળ્યા બાદ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલવાન વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિલો ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો.

બોક્સિંગમાં 45-48 કિલો કેટેગરીમાં ફાઇનલમાં મેરિકોમે નોર્ધર્ન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓહારાને હરાવી હતી. શૂટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સમાં મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. બોક્સર અમિત પંઘાલ અને મનીષ કૌશિકે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં કુલ 50 મેડલ જીત્યા હતા જેમાં 22 ગોલ્ડ, 13 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here