Home Sex સેક્સ સમયે ન કરો આ ભૂલ નહી તો પાર્ટનરનો મૂડ થઇ જશે...

સેક્સ સમયે ન કરો આ ભૂલ નહી તો પાર્ટનરનો મૂડ થઇ જશે ઓફ

238
0
SHARE

જ્યારે તમે તમારા પાર્ટનર સાથે બેડ પર હોવ ત્યારે તમે ક્યારેય એવું નહી ઇચ્છો છો કે તમારી કોઇ ભૂલને કારણે તમારા પાર્ટનરનો મૂડ ઓફ થઇ જાય. ઘણા યુવક-યુવતીઓ પાર્ટનરને કેવી રીતે સારો અનુભવ થાય તેવા વિશે જ વિચારતા રહેતા હોય છે.

તમે આ વાત સાથે સહમત થાવ કે નહી પરંતુ ઘણા યુવક-યુવતીઓ સેક્સ સમયે પોતાના પાર્ટનરને કિસ કરતા હોતા નથી. આમ ન કરવાનું કારણ શું હોઇ શકે છે. કદાચ પોઝિશનને કારણે કિસ કરવાનું સંભવ ન હોઇ શકે. તે સિવાય ઘણીવાર તેઓ ક્લાઇમેક્સ માટે એટલા ઉત્સુક હોય છે કે તેઓ એવું વિચારે છે કે કિસ કરવાથી તેમની રિધમ તૂટી જશે. તેમ છતાં સેક્સ એક્સપર્ટ કહે છે કે સેક્સ દરમિયાન પાર્ટનરને કિસ જરૂર કરો. સેક્સ દરમિયાન કરવામાં આવતી કિસ તમારા અનુભવને વધુ સારો બનાવે છે.

ઘણા લોકોને સેક્સ દરમિયાન પાર્ટનર આક્રમક થાય તો તે ખૂબ પસંદ હોય છે. તેમ છતાં સેક્સ દરમિયાન અચાનક પાર્ટનરને બાઇટ કરવાથી તે ડરી પણ શકે છે. જેથી પાર્ટનરના ખભા, ગળું કે શરીરના કોઇ પણ હિસ્સા પર બાઇટ કરતા પહેલા પાર્ટનર સાથે વાત કરો.

એમાં કોઇ શંકા નથી કે સેક્સના સંદર્ભમાં પ્રાઇવેટ પાર્ટ્સ સૌથી મહત્વના છે તેમ છતાં સેક્સ દરમિયાન તમારા પાર્ટનરના શરીરના અન્ય અંગો પર પણ ધ્યાન આપવું જોઇએ. શરીરના અન્ય અંગો પર ધીરે ધીરે હાથ ફેરવવાથી તમારા સાથીને વધુ ઉત્તેજીત થઇ શકે છે.

ક્યારેક ક્યારેક સેક્સ દરમિયાન ઘણા લોકો ખૂબ ઝનૂનની પોતાના પાર્ટનર પર તૂટી પડતા હોય છે પરંતુ તેમ ના કરતા બની શકે તો પોતાના આખા શરીરનું વજન પાર્ટનર પર નાખવું જોઇએ નહી તો તમારા વજનથી તે મુશ્કેલીમાં ફસાઇ શકે છે. તમારા વજનને હેન્ડલ કરવા જતા તેની ઉત્તેજના ઓછી થઇ જશે. સેક્સ દરમિયાન ઘણીવાર ઉત્તેજનામાં પુરુષોથી જલદી વિર્યસ્ખલન થઇ જતું હોય છે અને તેથી મહિલા પાર્ટનરને પૂર્ણ સંતોષ મળતો નથી. સેક્સ એક્સપર્ટના મતે આવા સમયે ફોર પ્લેમાં વધુ સમય વ્યતિત કરવાથી મહિલાઓને વધુ સંતોષ મળતો હોય છે.

ઘણી કપલ્સને અશ્લિલ અને અસાધારણ સેક્સમાં આનંદ આવતો હોય છે પરંતુ તેમ કરતા અગાઉ પોતાના પાર્ટનર સાથે વાત કરવી જરૂરી છે. જો તમારા પાર્ટનર સાથે વાત કકર્યા વિના તેમ કરશો તો બની શકે છે કે તેનામાં સેક્સનો રસ રહેશે નહી. મોટાભાગના લોકોને સેક્સમાં ઉતાવળ પસંદ હોતી નથી. જેથી તેને ધીરે ધીરે આરામથી કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here