Home Sports વિરાટને શરીરના આ ભાગ પર પહોચી ઇજા, કાઉન્ટી ક્રિકેટ રમવી મુશ્કેલ

વિરાટને શરીરના આ ભાગ પર પહોચી ઇજા, કાઉન્ટી ક્રિકેટ રમવી મુશ્કેલ

30
0
SHARE

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ગળાના ભાગમાં ઇજા પહોચવાના કારણે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ નહી રમી શકે. આ અંગે બીસીસીઆઇએ ગુરૂવારે તેના કાઉન્ટી ક્રિકેટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી. બીસીસીઆઇએ કહ્યું કે ઇજામાંથી મુક્ત થવા માટે 3 અઠવાડિયા Rehabilitationની જરૂર પડશે. કોહલીનું ફિટનેસ ટેસ્ટ 15 જૂને થશે ત્યાર પછી જ બ્રિટન પ્રવાસના પહેલા તબક્કામાં તેમની હાજર રહેવાની પૃષ્ટિ થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેદન આપતા કહ્યું છે કે કોહલી ઇગ્લેન્ડ અને આયરલેન્ડ પ્રવાસ પહેલા જ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ નહી લઇ શકે. વાસ્તવમાં, કોહલી બુધવારે તપાસ માટે મુંબઇની એક હોસ્પિટલમાં ગયાં હતો. જે બાદ જાણકારી મળી હતી કે તેને સ્લિપ ડિસ્ક છે અને તે ઇગ્લેન્ડ પ્રવાસ પહેલા કાઉન્ટી ક્રિકેટ નહી ખેલી શકે. બાદમાં એક બોર્ડના અધિકારીએ સ્પષ્ટતા કરી કે વિરોટને સ્લિપ ડિસ્ક નછી. આ કેસમાં ગળાના ભાગમાં ઇજા પહોચી છે.

બોર્ડની તરફથી કહેવામાં આવ્યું છે કે મેડિકલ ટીમ દ્વારા કરેલી તપાસ બાદ કાઉન્ટી ક્રિકેટ નહી રમવાનો ફેસલો કરવામાં આવ્યો. ટીમ ઇન્ડિયાના કેપ્ટનને બીસીસીઆઇ મેડિકલ ટીમની દેખરેખમાં હવે Rehabilitationથી પસાર થવુ પડશે. તેના પર બીસીસીઆઇની મેડિકલ ટીમ નજર રાખશે. કોહલી ટૂંક સમયમાં જ ટ્રેનિંગ શરૂ કરશે અને 15 જૂને બેંગલુરૂના એનસીએમાં તેની ફિટનેશ ટેસ્ટ થશે. જેથી મેડિકલને આશા છે કે તે આયરલેન્ડ અને ઇગ્લેન્ડ પ્રવાસ પહેલા સાજા થઇ જશે.

કયારે પહોચી ગળાના ભાગમાં ઇજા?
બીસીસીઆઇના કાર્યકર સચિવ અમિતાભ ચૌધરીએ એક નિવેદ્દનમાં કહ્યું, સનરાઇજર્સ હૈદરાબાદના ખિલાડી બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 17મે 2018માં થયેલી IPLની 51મી મેચ દરમિયાન વિરાટ કોહલીને ગર્દનના ભાગમાં ઇજા પહોચી હતી. જણાવામાં આવી કહ્યું છે કે પછી દર્દ ઓછું થઇ ગયું, પરંતુ તે સાવચેતી માટે ચેકઅપ માટે ગયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here