Home India કાશ્મીરઃ ઇદના દિવસે શહીદ ઔરંગઝેબના ગામમાં માતમ, લોકોએ કહ્યું- કેન્દ્ર સરકાર શહીદીનો...

કાશ્મીરઃ ઇદના દિવસે શહીદ ઔરંગઝેબના ગામમાં માતમ, લોકોએ કહ્યું- કેન્દ્ર સરકાર શહીદીનો બદલો લે

38
0
SHARE

નવી દિલ્હીઃ ભારતીય સૈન્યના કાશ્મીરી જવાન ઔરંગઝેબની શહીદી પર આખો દેશ દુખમાં છે. ઔરંગઝેબને આજે બપોરે તેના વતન પૂંચના મેંઢર ગામમાં સુપુર્દ-એ-ખાક કરી દેવામાં આવ્યા હતા. બે દિવસ અગાઉ આતંકીઓએ તેનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી. ઔરંગઝેબ ઇદની રજાના કારણે ઘરે આવી રહ્યા હતા.

શનિવારે ઇદનો અવસર છતાં ઔરંગઝેબના ગામમાં માતમનો માહોલ હતો. ઔરંગઝેબ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનમાં સામેલ રહ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, ગામમાં કોઇના ઘરમાં ઇદનો તહેવાર મનાવવામાં આવ્યો નહોતો. જવાનની શહીદી પર ગામલોકોએ સરકાર પાસે બદલાની માંગણી કરી હતી. બેટાની શહીદીથી દુખી ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે કહ્યું કે, જવાન મરે છે અથવા મારે છે. લોકોએ પોતાના બાળકોને આર્મીમાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે. હનીફે વડાપ્રધાન મોદીનું નામ લેતા કહ્યું કે, કેન્દ્ર સરકાર મારા દીકરાની શહીદીનો બદલો લે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here