Home India કેજરીવાલ સરકારે 3 વર્ષમાં 50માંથી 48 વચનો કર્યા પૂર્ણ, કહેવાયા સર્વશ્રેષ્ઠ નેતા

કેજરીવાલ સરકારે 3 વર્ષમાં 50માંથી 48 વચનો કર્યા પૂર્ણ, કહેવાયા સર્વશ્રેષ્ઠ નેતા

20
0
SHARE

અરવિન્દ્ર કેજરીવાલ આજે રાજનીતિમાં પોતાની પ્રામાણિકતા અને પ્રજા માટે કામ કરનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ઘણાં ઓછા સમયમાં જ રાજનીતિમાં તેનું કદ વધ્યું છે. સતત કામ અને પ્રામાણિકતાથી લોકોનું હૃદય જીતવામાં સક્ષમ રહ્યાં છે. સમગ્ર દેશ અને દુનિયામાં કેજરીવાલનો દિલ્હીમાં કરેલા કામનો ડંકો વાગે છે. જેને જોતા દિલ્હી અને દેશની પ્રજાની વચ્ચે તેમણે પતાની એક ઓળખ બનાવી છે પોતાના પક્ષને એક નવા પરિણામ પર પહોચાડવામાં સફળ રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઇ પક્ષ અને નેતાએ રાજ્યમાં એટલી ઝડપથી વિકાસ કર્યો હોય અને ચુંટણની દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે કેજરીવાલે કેન્દ્ર સરકાર સાથે પણ ટક્કર લીધી જેના કારણે ચુંટણીના સમયે જાહેર કરેલા એક-એક વચનોને પૂરા કરીને કેજરીવાલે અનોખી ભેટ આપી હતી. તમને જણાવી દઇએ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ અને તેના પક્ષને મુખ્યત્વે 50 વચનો કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 48 વચનો દિલ્હીની કેજરીવાલ સરકારે પૂર્ણ કરી દીધા! અન્ય બે વચનોને પણ કેજરીવાલ સરકાર ઝડપથી પૂરા કરી રહી છે અને તે પણ આ 5 વર્ષની મુદ્દત દરમિયાન જ પૂરા કરવામાં આવશે.

દેશમાં પહેલીવાર જોવા મળ્યું છે કે જ્યારે કોઇ પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલા તમામ વચનો પૂરા કરીને દેખાડ્યુ હોય! બે કાર્ય એક સીસીટીવી કેમેરા અને ફ્રી વાઇફાઇ પણ દિલ્હીમાં ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે. સીસીટીવી કેમેરાને લઇને દિલ્હીના મુખ્યમંત્રીના ઉપરાજ્યપાલ અનિલ બાયજલ સાથે જંગ ચાલું છે જે રીતે ઉપરાજ્યપાલથી સીસીટીવી કેમેરા લગાવનારી ફાઇલ પાસ થશે ત્યારથી સીસીટીવી કેમેરા લાગાવવાનું કામ ઝડપથી શરૂ થઇ જશે અને ફ્રી વાઇફાઇ માટે બજેટ પાસ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના નેતાઓએ દેશાના વિકાસ પર ધ્યાન આપવું જોઇએ, ન કે દેશની પ્રજાને હિન્દુ મુસલમાન જેવા મુદ્દા પર ભટકવા દેવા ન જોઇએ.

આજે દિલ્હીમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ મફતમાં છે. જ્યારે વીજળીનુ બિલ અડધુ જ લેવામાં આવે છે અને પાણીનું બીલ માફ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા તેમણે જરૂરી દસ્તાવેજો જેમ કે લાયસન્સ, આધાર કાર્ડ જેવી સુવિધાઓની હોમ ડિલિવરીનો નિર્ણય લીધો છે આ પહેલા વૃદ્વ લોકોને મફતમાં ધાર્મિક યાત્રા કરવાનું બિલ પાસ કરાવ્યું અને વધારાના અકસ્માત કેસમાં દર્દીને મફતમાં સારવાર અને હોસ્પિટલ પહોચાડનારને 2000નું ઇનામ પણ આપવામાં આવશે.

જો કે દેશમાં આવા નેતાઓ ક્યારેક જોવા મળે છે. આ તો દિલ્હીનું નસીબ છે જેને કેજરીવાલ જેવા નેતા મળ્યાં જેમણે પોતાના કામ અને ઇમાનદારીથી પ્રજાનું દિલ જીતી લીધું છે આજ દેશના સર્વશ્રેષ્ઠ નેતાઓમાં તેનું પહેલું સ્થાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here