Home India સહેવાગે જેને સુપરવુમન બનાવી હતી, તે દાદીની કહાની ખુબ જ દુ:ખ ભરી...

સહેવાગે જેને સુપરવુમન બનાવી હતી, તે દાદીની કહાની ખુબ જ દુ:ખ ભરી છે

29
0
SHARE

જીવનમાં કોઇ પણ કામ કરવા માટે ઉંમર સાથે કોઇ સંબંધ નથી હોતો. કામની શરૂઆત કોઇ પણ સમયે કરી શકાય છે. આવી જ કહાની એક વૃદ્વ મહિલાની છે. 72 વર્ષની વૃદ્વ મહિલા રિટાયરમેન્ટ ઉંમરમાં એટલી ઝડપથી ટાઇપિંગ કરે જેને જોઇને તમે પણ આશ્વર્ય ચક્તિ થઇ જશો. લક્ષ્મી બાઇ નામની વૃદ્વ મહિલા મધ્ય પ્રદેશવી સિહોરમાં રહે છે. જે દરરોજ સવારે જિલ્લા ક્લેક્ટર આગળ એક ખુરશી-ટેબલ લઇ બસી જાય છે. ટેબલ પર ટાઇપરાઇટર મુકેલ હોય છે અને પછી દિવસભર તે બેસીને હજારો શબ્દો ટાઇપ કરે છે. જિલ્લા કલેક્ટરમાં દિવસ દરમિયાન લોકોનું આવવા-જવાનું રહે છે. કોઇને કાગળ બનાવવાનું હોય તો કોઇને સર્ટિફિકેટ જોઇએ છે. ત્યારે લક્ષ્મી બાઇ આવતા-જતા લોકોને ટાઇપિંગ કરી આપે છે.જે આ તેમની રોજી-રોટીનો માર્ગ છે. તેની ઉંમર અને ટાઇપિંનુ કામ, તેમ છતાંય ચશ્મા નહી લગાવેલા. તેને જોઇને વીરેન્દ્ર સહેવાગે પણ ખુબ આશ્ચર્ય જનક થયા છે. તેમણે લક્ષ્મી બાઇનો વીડિયો પોતાના ટિટ્વર પર અપલોડ કર્યો હતો. કેપ્શન લખ્યુ હતું, સુપરવુમન…

લોન ચુકવવા માટે ટાઇપિંગ કરે છે વૃદ્વ મહિલા
વીરેન્દ્ર સહેવાગના ટિટ્વપર પરથી લક્ષ્મી બાઇના જીવન અંગેની થોડી જાણકારી મળી હતી. હવે તેમનો અન્ય કિસ્સો સામે આવ્યો છે કે આ ઉંમરમાં પણ તેમને એટલું કામ કેમ કરવું પડી રહ્યું છે. તેની પુત્રીનું એક્સિડન્ટ થયું હતું. પુત્રની સારવાર માટે તેમણે લોન લીધી હતી. તે ચુકવવા અને ઘર ચલાવવાની જવાબદારી હવે લક્ષ્મીબાઇ પર આવી ગઇ. એટલા માટે તે ટાઇપિંગ કરે છે. જેથી લોન ભરવા માટે પૈસા મળી શકે. તેમણે લોકો પાસેથી મદદ પણ માંગી છે. કારણ કે લોન ભરવાની સાથે-સાથે પોતાના માટે એક ઘરની સુવિધા પણ મેળવી શકે. જ્યારે ANI સાથે વાત કરતા વૃદ્વ મહિલાએ કહ્યું કે જ્યારે મારી પુત્રીનું એક્સિડન્ટ થયું તો સારવાર માટે લોન લેવી પડી. મારે તે લોન ચુકવવાની છે. હું ભીખ તો માંગી નથી શકતી. એટલા માટે આ કામ કરી રહી છું. DC રાધવેન્દ્ર સિંહ અને SDM ભાવના વિલંબેની મદદથી મને આ કામ મળ્યું છે. વીરેન્દ્ર સિંહ (સહેવાગ)એ મારો વીડિયો શેર કર્યો. જેથી મને ખુશી થઇ. મને લોન ચુકવવામાં મદદ જોઇએ અને એક પોતાનું ઘર પણ જોઇએ.

વીરેન્દ્ર સહવાગે લક્ષ્મી બાઇનો વિડીયો શેર કરતા લખ્યું હતું કે આ મારા માટે સુપરવૂમન છે. આ મધ્ય પ્રદેશના સિહોરમાં રહે છે. યુવા ઇચ્છે, તો તેની પાસેથી ઘણુ બધુ શીખી શકે છે. માત્ર ટાઇપિંગ એટલી ઝડપથી, પરંતુ તે લાગણી પણ કોઇ કામથી કમ નથી અને શીખવા-કામ કરવા માટે ઉંમરની કોઇ સીમા નક્કી નથી થતી. પ્રણામ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here