Home Sex & Relationship આમને કહેવાય છે પંજાબની ‘ગૂગલ બેબે’ કંપ્યૂટરથી પણ તેજ દોડે છે તેમનું...

આમને કહેવાય છે પંજાબની ‘ગૂગલ બેબે’ કંપ્યૂટરથી પણ તેજ દોડે છે તેમનું મગજ

35
0
SHARE

કોઇ પણ વસ્તુને યાદ કરવામાટે તેજ મગજ હોવું ખુબ જ જરૂરી છે. તો કેટલાક બાળકો પણ તેજ મગજના હોય છે, તેને વાત સહેલાયથી યાદ રહી જાય છે અને કેટલાક લોકો તો ક્યારેય પણ વાતો નથી ભૂલતા. એવી જ એક વ્યક્તિ છે પંજાબની ફતેહગઢ સાહિબમાં સ્થિત ગામ મનૈલાની રહેનારી કુલવંત કૌર… લોકો તેને ગૂગલ બેબેના નામથી પણ ઓળખે છે. એવું માનવામાં આવે છે કે તેના મગજની આગળ કંપ્યુરટરની સ્પીડ કઇં જ નથી… તો આવો જાણીએ મહિલાના જીવન અંગે…

55 વર્ષની કુલવંશ કૌર સામાન્ય મકાન માલિક પરિવારના છે પરંતુ તેનો જન્મ આગરમાં થયો હતો. ત્યાંથી કુલવંત કૌરે 4 ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું હતું. કેટલાક સ્થાનિક સંજોગોના કારણે તે આગળ ભણી ન શકી પરંતુ બાણપણમાં તેના ઘરે કપડાના વેપારી રામલાલ ‘ડગ્ગી વાળા’ તેના પિતાને મળવા આવતા ત્યારે કલાકો સુધી ધાર્મિક વિષયો પર વાતો કરતા રહેતા. કલાકો તેની વાતો સાંભતા-સાંભળતા કૌરને પુસ્તોક વાંચવાનો શોખ જાગ્યો. પુસ્તકો વાંચવાના જુનૂનની સાથે તેમને અહેસાસ થયો કે જે અભ્યાસ તે વાંચી ચુકી છે તેની એક-એક વાત તેને યાદ છે.

ભારતના ઇતિહાસથી લઇને કુલવંત કૌરને દરેક વાતની સમગ્ર માહિતી છે. આ જાણકારી તેમણે પુસ્તો વાંચીને જ પ્રાપ્ત કરી છે. તે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ડિસ્કવરી ઓફ પંજાબ, હિસ્ટ્રી ઓફ પંજાબના સિવાય ઘણા બધા ધર્મગ્રથોનો અભ્યાસ કરી ચુકી છે. તેમણે ધર્મ અભ્યાસના લિટરેચરને પણ 22વર્ષ વાંચ્યું અને દરેક વાતની માહિતી હાંસલ કરી હતી. ગુગલ બેબેએ પોતાના ઘરમાં નાની લાઇબ્રેરી પણ બનાવી છે. જેમાં બંદા સિંહ બહાદુર, સિખ રસાલે, પત્રકાર ખુશવંત સિંહ, કુલદીપ નૈય્યર, દીવાન વરિંદન નાથની પુસ્તો, ઐતિહાસિક વિષયોના પુસ્તકો લેખકો તેમજ ખોજકારો સહિતની અનેક પુસ્તકોનો તેમાં સમાવેશ થાય છે.

કુલવંત કૌરને ભારતીય ઇતિહાસની તમામ નાના-મોટી માહિતી છે, ત્યાં સુધી કે રાજા મહારાજના જીવનકાળ પર જોડાયલે દરેક ઐતિહાસિક વાત આ ગૂગલ બેબેના મગજમાં સામેલ છે. તે દરેક વાતનો જવાબ તુરંત જ આપી દે છે.

ગૂગલ બબે બાબા બંદા સિંહ બહાદુર ઇન્ટનેશનલ ફાઉન્ડેશન લુધિયાનામાં કરવામાં આવેલા એક સમારોહમાં આંતરરાષ્ટ્રીય સમાજ સેવક એસપી સિંહ ઓબરોયની નજરમાં આવી હતી. તેમણે બેબેની પ્રતિભાની માહિતી મળી તો કુલવંત કૌરના ઘરે જઇને તેમણે 3 હજાર રૂપિયા મહિના પેન્શન લગાવી. ઓબરોયએ પછી કુલવંત કૌરની વાત પંજાબી યૂનિવર્સિટી પટિયાલાના અધિકારીઓ સાથે કરાવી. બેબેએ ફટાફટ તેના સવાલના જવાબ આપી દીધા. ગૂગલ બેબેનો પાવર જોઇ ઓબરોય હવે પંજાબી યૂનિવર્સિટીના ધર્મ અધ્યયન વિભાગમાં તેનો પ્રવેશ કરવાનું ઇચ્છે છે. તે ગૂગલ બેબેનું કહેવાનું છે કે જો તેનું સ્વાસ્થ્ય સારૂ રહશે તો તે ધર્મ અધ્યયન વિષય પર પીએચડી પણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here