Home Food & Lifestyle આંખોના નંબર દૂર કરવા માટે અપનાવો આ ઘરેલૂ ઉપચાર

આંખોના નંબર દૂર કરવા માટે અપનાવો આ ઘરેલૂ ઉપચાર

178
1
SHARE

કેટલાય કલાકો સુધી કમ્પયુટર પર કામ કરવાથી, ઊંઘ પૂરી ના થવાથી, આખો દિવસ ટીવી જોવાથી આંખોની રોશની પર અસર પડે છે. ચૅન્જ થતી લાઇફસ્ટાઇલને કારણે આ સમસ્યા દરેક ઉંમરના લોકોને પરેશાન કરે છે.એટલું જ નહીં, આ કારણથી નાના-નાના બાળકોને પણ ચશ્મા આવી જાય છે. જો સમય રહેતા ડાયટનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેના સિવાય ધરેલું ઉપચારો અપનાવામાં આવે તો પણ ચશ્મા દૂર કરી શકાય છે.

 1.બદામરોજ રાત્રે 9-10 બદામને પાણીમાં પલાળી દો. સવારે ઉઠતાની સાથે તેની છાલ ઉતારીને ખાવો. તેનાથી આંખોની રોશની તેજ  થશે.

2. ત્રિફલા

રાત્રે સુતા પહેલા જો ત્રિફલાને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીથી આંખો ધોઇ લો. તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને આંખો પરના ચશ્મા પણ દૂર થશે

3. ગાજર

ગાજરમાંથી વિટામિન ઇ,બી,સી ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. દરરોજ ગાજર ખાવાથી અથવા તો જ્યુસ પીવાને કારણે આંખોની રોશની તેજ થશે.

4. સરસિયાનું તેલ

દરરોજ રાત્રે સુતા પહેલી સરસિયાના તેલની માલિશ કરો. આ ઉપાય કરવાથી આંખોની રોશની તેજ થશે.

5. વરિયાળી

1 ચમચી વરિયાળી, 2 બદામ,અડધી ચમચી સાકરને મિક્સ કરીને પાવડર રેડી કરીને દરરોજ રાત્રે સુતા પહેલા દૂધની સાથે લેવાથી આંખો માટે ફાયદાકારક બનશે.

6. ગ્રીન ટી

દિવસમાં 2 અને 3 કપ ગ્રીન ટી પીવો. તેમા રહેલા એન્ટીઑક્સીડેન્ટ્સ આંખો માટે ફાયદાકારક હોય છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here